‘ પુષ્પા ‘ ફિલ્મમાં બતાવવામાં આવેલું ‘ લાલ ચંદન ‘ શું છે? તમે જાણવા માંગો એ બધું જ…

Screenshot 20211223 2254453

અત્યારે દક્ષિણ ફિલ્મોના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘ પુષ્પા ‘ ખૂબ ચર્ચામાં છે. આ ફિલ્મનો મૂળ મુદ્દો છે: લાલ ચંદનના લાકડાની તસ્કરી. લાલ ચંદનના લાકડા શું છે? શા માટે તેની દાણચોરી થાય છે? શા માટે એને લાલ સોનું કહે છે? ભારતમાં એ ક્યાં મળે છે? ચીનમાં શા માટે તેની માંગ વધારે છે? પ્રાચીન અને આધુનિક મહત્વ શું છે? લાલ ચંદન વિશે જાણો બધું નીચે એક પછી એક જણાવીએ…

લાલ ચંદનના લાકડા શું છે?

લાલ ચંદન ને રક્ત ચંદનના નામથી પણ ઓળખે છે. તાંત્રિક પૂજા માટે પણ એનો ઉપયોગ થાય છે. ભારતમાં થતાં આ રક્ત ચંદનની ખુબ માંગ છે. લાલ ચંદનના લાકડાં માંથી ડાયહાઇડ્રોક્સી બેન્ઝાઈ નામનું તત્વ કેમિકલ રૂપે વધુ પ્રમાણમાં મળે છે જે ઔષધીય ગુણો ધરાવતું હોવાના કારણે જગતમાં એની માંગ વધારે છે.

લાલ ચંદનનો પ્રદેશ –

વિશ્વમાં રક્ત ચંદનના ઝાડ દક્ષિણ ભારતના શેષાચલમ સિવાય ક્યાંય ઉગતા નથી. તે ફક્ત તામિલનાડુની સરહદે આવેલા આંધ્ર પ્રદેશના ચાર જિલ્લા નેલ્લોર, કુરનૂલ, ચિત્તૂર, કડપ્પામાં ફેલાયેલી શેષાચલમની પહાડીઓમાં જ ઉગે છે. લાલ ચંદનના ઝાડની સરેરાશ ઊંચાઈ 8થી લઈને 11 મીટર સુધી હોય છે.રક્ત ચંદનના લાકડાનો ઉપયોગ –

See also  Gujarat High Court Recruitment 2021

લક્ઝરી ફર્નિચર, સજાવટ માટે, આલ્કોહોલ બનાવવા, કોસ્મેટિક્સમાં, દવા બનાવવા, આયુર્વેદના મહત્વના ઔષધ તરીકે, વગેરે જગ્યાએ ઉપયોગી બને છે.

લાલ ચંદનની માંગનું કારણ –

વર્ષો પહેલાં અને હાલ ક્યાંક ક્યાંક જાપાનમાં લગ્ન વખતે શામિશેન નામનું સંગીત વાદ્ય આપવામાં આવતું હતું. એ વાદ્ય બનાવવા માટે જાપાનમાં લાલ ચંદનના લાકડાની માંગ રહેતી.

ચીન અને ચંદન –

ચીનમાં ચૌદમીથી સતરમી સદીમાં ‘ મિંગ ‘ વંશના રજાઓમાં લાલ ચંદનના લાકડા માંથી બનેલી વસ્તુઓ મતલબ કે ફર્નિચરનો ખૂબ શોખ હતો એટલે એ સમયથી ચીનમાં ભારતના રક્ત ચંદનના લાકડાની માંગ સૌથી વધારે રહી છે. આજે પણ ચીનમાં ‘ રેડ સેન્ડલ વુડ મ્યુઝિયમ ‘ આવેલું છે જેમાં લાલ ચંદનનું ફર્નિચર સાચવવામાં આવ્યું છે.

આમ ચીન એના વંશજોના શોખને હજુ શુભ માને છે એટલે અને રક્ત ચંદનનો ઔદ્યોગિક ઉપયોગ પણ ત્યાં વધુ હોવાથી માંગ વધી છે.

શા માટે લાલ ચંદનના લાકડાની દાણચોરી થાય છે? –

‘ પુષ્પા ‘ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે એમ લાલ ચંદનના લાકડાની દાણચોરી ખૂબ જ થાય છે કારણ કે ઇન્ટરનેશનલ સંસ્થાએ ભારત પર આ જવાબદારી મૂકી છે કે લાલ ચંદનના વૃક્ષો નામશેષ થવા આવ્યા છે તો એનું રક્ષણ કરવું અને ભારતે એના માટે સ્પેશિયલ ફોર્સ મૂકી છે જેથી એનું લાકડું મળવું મુશ્કેલ છે પણ ફિલ્મના જ એક ડાયલોગ નો સહારો લઈને વાતને મુકીએ તો કે જ્યાં કાયદો છે ત્યાં ક્રાઇમ છે. એ વાત પ્રમાણે અત્યારે ત્યાં આ લાકડાનાં ઉપયોગને ધ્યાને લઈ કરોડો રૂપિયા મળતાં હોવાથી તેની તસ્કરી થાય છે.

See also  Anand Anganwadi Bharti Jaherat Download All Details

આ અને આવી અવનવી જાણકારી મેળવવા જોડાઈ રહો અમારી વેબ સાઈટ પર…

આભાર ર ર ર ર

🙏🌈😊🙏