GUJARAT TRIBAL DEVELOPMENT CORPORATION

Adijati Nigam Gujarat

GUJARAT TRIBAL DEVELOPMENT CORPORATION. Adijati Nigam Gujarat. ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન એક વૈધાનિક કોર્પોરેશન છે. જેની રચના ગુજરાત આદિજાતિ વિકાસ અધિનિયમ ૧૯૭૨(ગુજ.એકટ નં.૫-૧૯૭૨) થી કરવામાં આવી છે. ગુજરાત સરકારના જાહેરનામા ક્રમાંક જીએીએચ-૫૦૯૦-ટીડીસી-૧૦૧૨-જે તા. ૨૭-૧૦-૭૨ થીઆ કોર્પોરેશન સ્વાયત અસ્તિત્વમાં આવ્યું છે. તા. ૨૪/૧૨/૧૯૭૨ના રોજ મળેલ ડીરેકટરોના બોર્ડની પ્રથમ બેઠકથી કોર્પોરેશને કામકાજનો શુભારંભ કરેલ છે.

GUJARAT TRIBAL DEVELOPMENT CORPORATION

Page of Contents

કોર્પોરેશનના નીતી વિષયક બાબતોનો નિર્ણય નિયામક મંડળ ધ્વારા નકકી કરવામાં આવે છે.

નિયામક મંડળ –

કોર્પોરેશન કુલ ૯ સભ્યોનું બનેલું છે. જેમાં ૬ ડીરેકટરશ્રીઓ બીન સરકારી તથા ૩ ડીરેકટરોશ્રી સરકારી હોય છે. ૬ બીન સરકારી ડીરેકટરમાં ૧ અધ્યક્ષશ્રી, ૧ ઉપધ્યક્ષશ્રી અને બાકીના ૪ ડીરેકટરર્સ હોય છે. અને ૩ સરકારી સભ્યમાં ૧ કાર્યપાલક નિયામક, ૧, નાયબ સભિવ(આદજાતિ) અને ૧ નાણાંકીય સલાહકારનો સમાવેશ થાય છે. જેની નિમણુંક રાજય સરકારશ્રી તરફથી કરવામાં આવે છે

કર્તવ્યો –

અધિનિયમની કલમ ૧૬(૧) અનુસાર ગુજરાતમાં વસતા આદિજાતી લોકોને આર્થિક રીતે પગભર થવા લોન/ધિરાણ નું કાર્ય હાથ ધરે છે. અને કરેલ ધિરાણની વસુલાતની કામગીરી અને સંલગ્ન તમામ પ્રકારની કાર્યવાહી હાથ ધરે છે.

કાર્યક્ષેત્ર –

ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન અધિનિયમ ૧૯૭૨જી જોગવાઇ અનુસાર કોર્પોરેશનને સમગ્ર ગુજરાત રાજયની આદિજાતિ પ્રજાના સામાજીક અને આર્થિક કલ્યાણની વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવાનું વિશાળ કાર્યક્ષેત્ર પ્રપ્ત થયેલ છે. ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની રચના સને ૧૯૭૨માં કરવામાં આવેલ છે. કોર્પોરેશનની રચના વખતે સને ૧૯૭૨ માં ગુજરાતમાં આદિજાતિની વસ્તીમા અંદાજે ૩૭૩૪૪૨૨ ની હતી. અને ગુજરાતમાં ૯ જીલ્લામાં પ્રાયોજના કચેરીઓ અસ્તીત્વમાં હતી. ત્યાર બાદ સને ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં કુલ વસ્તી ૬૦૪૩૯૬૯૨ છે. જેમાં આદિજાતિની સંખ્યા ૮૯૧૭૧૭૪ ની છે. આમ અંદાજે ૩૯ વર્ષમાં આદિજાતિની સંખ્યામાં ઉત્તરોતર વધારો થયેલ છે. આમ કુલ વસ્તીના લગભગ ૧૪.૭૫ ટકા વસ્તી આદિજાતિની થાય છે. અને હાલમાં ગુજરાતના કુલ ૩૩ જીલ્લઓમાં ૧૪ જીલ્લામા પ્રાયોજના કચેરીઓ અસ્તીત્વમાં છે.

GUJARAT TRIBAL DEVELOPMENT CORPORATION

Adijati Nigam Gujarat

જેમાં પલનપુર, ખેડબ્રહમા, મોડાસા, લુણાવાડા,ગોધરા, દાહોદ,છોટાઉદેપુર રાજપીપળા,ભરૂચ, માંડવી,સોનગઢ, વાંસદા,વલસાડ અને ડાંગ નો સમાવેશ થાય છે. આ જીલ્લાઓમાં પ્રાયોજના વહીવટદાશ્રી મારફતે કોર્પોરેશનની કામગીરી કરવામાં આવે છે. જયાં કોર્પોરેશનના એક આસી. મેનેજર તથા એક કલાર્ક કોર્પોરેશનની કામગીરી કરે છે. જયારે બિન આદિવાસી વિસ્તારમા તકેદારી અધિકારી(આદિજાતિ) મારફતે કોર્પોરેશનની કામગીરી કરવામાં આવે છે.

અધિનિયમની કલમ ૧૬(ર) અનુસાર રાજયમાં વસતા અનુસૂચિત જનજાતિના સભ્યોની સામાજીક અને આર્થીક ઉન્નતિનું કાર્ય હાથ ધરવાની પ્રાથમિક ફરજ અનુસાર પોતાની મેળે અથવા બોર્ડ મંજુર કરે તેવા અનુ. આદિજાતિના મંડળો અથવા તેવી બીજી એજન્સીઓના સહયોગથી અથવાતેમની મારફતે કૃષિ વિકાસ કાર્યક્રમ ,માર્કેટીંગ પ્રક્રિયા ,ખેતીના ઉત્પાદનનો પુરવઠો અને સ્ટોરેજ, લઘુઉધ્યોગો ,મકાનોના બાંધકામ, હેરફેર અને રાજય સરકાર આ અર્થે મંજુર કરે તેવી બીજી પ્રવૃતિઓનું આયોજન કરવાની રહે છે.

See also  Atmanirbhar Gujarat Sahay Yojana 2020 - Download application / registration forma and loan related approval information

હાલમાં કોર્પેોરેશન ધ્વારા નીચેની યોજનાઓ અમલમાં છે.

(૧) મુડી ભંડોળ હેઠળ ધિરાણ :-

રાજ્ય સરકારશ્રી તરફથી કોર્પોરેશનની પ્રવૃતિ હાથ ધરવા માટે રૂ.૫૦ કરોડનું મુડી ભંડોળ મંજુર કરવામાં આવેલ છે. જે સને ૨૦૧૭ માં વધારી રૂ. ૬૫ કરોડ કરવામાં આવેલ છે. સદરહું મુડી ભંડોળમાંથી કોર્પોરેશન જુદા જુદા ૩૯ વિનિયમોની રચના કરી નીચે જણાવેલ વિવિધ યોજનાઓ હેઠળ ૯ ટકા થી ૧૪ ટકા ના વ્યાજના દરે ધિરાણની પ્રવૃતિ હાથ ધરે છે.

(૨) સહકારી મંડળીના સભ્યને વ્યક્તિગત ધિરાણ:-

મુડી ભંડોળમાંથી કોર્પોરેશન આદિવાસી લોકો કે જેવો સહકારી મંડળી સંસ્થાના સભ્ય હોય તેઓને ખેતી વિષયક , પશુ પાલન તથા સ્વરોજગારી હેઠળ નીચે જણાવેલ વિવિધ હેતુ માટે સહકારી મંડળી મારફતે આવેલ ધિરાણ દરખાસ્તો મંજુરીનું કાર્ય હાથ ધરે છે. જે મુજબ નીચેના હેતુંઓ જણાવેલ છે. ૧) દુધાળા ઢોર ૨) બળદગાડા ૩) બળદ પાડા ૪) ઓઇલ એન્જીન ૫) ઇલે.મોટર ૬) મત્સ્યોધોગ (જાળનેટ બોટ) ૭) ઘેટા-બકરા-સસલા યુનિટ ૮) પાઇપ-લાઇન માટે ૯) જુના કુવા ઉડા કરવા ૧૦) ખાંડ ઉધોગ સહકારી મંડળીના સભ્યો થવા શેર લોન ૧૧) સ્વરોજગારી ના ઉધોગ ધંધા માટે મુડી ભંડોળ યોજના હેઠળ કોર્પોરેશન ધ્‍વારા કુલ ૩૯ વિનિયમો બનાવી તે હેઠળ સંસથાગત ધિરાણ આપવામાં આવે છે. વિનિયમોની વિગત આ સાથે સામે રાખેલ છે હાલમાં સંસથાગત ધિરાણની માંગણી/દરખાસ્ત આવતાના હોઇ ધિરાણ કરવામાં આવેલ નથી.

(૩) વ્યાજ રાહત યોજના :-

આ યોજનામાં રાજય સરકારની ગેરંટી સામે રાષ્ટ્રિયકૃત બેન્કો પાસેથી લોન લઇ ૪ ટકાના વ્યાજના દરે આદિજાતિ લોકોને નીચેના હેતુઓ માટે ધિરાણ કરવામાં આવેલ છે. ૧. દૂધાળા ઢોર ૨. બળદ ૩. બળદગાડા ૪ .મરઘાઉછેર ૫.મત્સ્ય ઉધ્યોગ ૬ .ઓઇલ એન્જીન ૭.ઇલેકટ્રીક મોટર ૮. કુટીર ઉધ્યોગ. આ યોજના સને૧૯૭૭-૭૮માં શરૂ કરવામાં આવી અને સને ૧૯૯૨-૯૩ સુધી ચાલુ રહી ભારતીય રીઝર્વ બેન્કની માર્ગદર્શક સુચનાઓ મુજબ સંકલત્ ગ્રામ વિકાસ એજન્સછી અને અન્ય સહાય આધારિત યોજનાઓ હેઠળના લાભાર્થીઓને આ યોજના હેઠળ ધિરાણ આપી શકાતું ના હોઇ ધીમે ધીમે આ યોજનામાં પુરતા પ્રમાણમાં લાભાર્થીનો પ્રતિસાદ ઓછો થવાને કારણે આ યોજના બંધ થયેલ છે.

(૪) NSTFDC ની યોજનાઓ:-

કોર્પોરેશન ધ્વારા ઇતિહાસમાં સને ૧૯૯૨-૯૩ ના વર્ષમાં પ્રથમનાર ઘનિષ્ટ પ્રયાસો ધ્વારા કેન્દ્ર સ્થિત રાટ્રીય અનુસુચિત જાતિ/જનજાતિ નાણાં વિકાસ કોર્પોરેશન ન્યુ દિદૃહીની નાણાંકીય મદદ મેળવવા માટે ડેરી યુનીટની રૂ. ૨૫૦ દાખની દરખાસ્ત કરવામાં આવેલ અને લાભાર્થીદીઠ ૪ ગાયો/ભેંસો મળી કુલ ૨૦૦૦ ગાયો/ભેંસો મંજુર કરવામાં આવેલઇ અને ત્યાર બાદ સને ૧૯૯૪-૯૫માં આદિજાતિ ના લાભાર્થીઓને તરફથી જુદા જુદા પ્રકારના વાહનો મેળવવાની માંગને ધ્યાને લઇ મારૂતીવાન,એમ્બેસડર, હોટોરીક્ષા બજાજ,ડીઝલ કેરીયર રીક્ષ્મમ, મીનીટ્રક૪૦૭લટ્રેકટર વીટ ટ્રોલી, ઓઇલ એન્જીજ/ઇલે.મોટર વિગરે હેતુઓ માટેધિરાણ કરવાનું શરૂ કરવામાં આવ્યું.

(૫) સ્વરોજગારી હેઠળ વ્યક્તિગત ધિરાણ:-

કોર્પોરેશન તરફથી ફક્ત સહકારી મંડળીના આદિજાતિ સભ્યોને વિવિધ હેતુ માટે ધિરાણ કરવાની જોગવાઇ હતી.જેને કારણે જે આદિવાસી લોકોને સહકારી મંડળીના સભ્યો ન હતા તેઓ ધિરાણના લાભથી વંચિત રહેતા હતા જે અન્વયે રજુઆત કરતા સરકારશ્રીએ જાહેરનામાં-ખ-શ-પ-ટી-ડી-સી-૧૦૯૫-૧૭૦૨-૭૭ તા:-૫-૯-૧૯૯૭ ના રોજ વ્યક્તિગત ધિરાણની મંજુરીઆપેલ છે. જેમાં આદિજાતિ લોકોની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૧ લાખ રાખવામાં આવેલ છે. રૂ.૫ લાખ સુધીનું ધિરાણ નાના મોટા રોજગાર ધંધા ઉધોગ માટે લોન ધિરાણ પુરૂ પાડવામાં આવે છે. હાલ ૮૫ હેતુઓ માટે સ્વરોજગારી હેઠળ ધિરાણ કરવામાં આવે છે.

(૬) આઇ.ડી.પી.યોજના હેઠળ યોજના:-

આ યોજના વર્ષ ૨૦૦૭-૦૮ થી શરૂ કરવામાં આવેલ છે. યોજના હેઠળ આદિજાતિના લોકોને દુધાળા ઢોર ખરીદવા માટે યુનીટ દીઠ રૂા.૨૦,૦૦૦/- પ્રમાણે ધિરાણ મળવાપાત્ર છે. વ્યાજનો દર ૪ ટકા છે. સંબધિત જીલ્લા ડેરી (સંઘો) મારફતે ધિરાણ કરવામાં આવે છે.

(૭) અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટેની શિક્ષારૂણ યોજના (NSTFDC):-

આ યોજના વર્ષ ૨૦૧૨-૧૩ થી શરૂ કરવામાં આવેલ છે. આદિજાતિના વિદ્યાર્થીઓને ભારતમાં ઉચ્ચ અભ્યાસ માટે NSTFDC દ્રારા રૂા.૫ લાખની મર્યાદામાં ધિરાણ મળવાપાત્ર છે. વ્યાજનો દર ૬ ટકા છે.

See also  Manav Garima Yojana

(૮) વકીલ સહાયની યોજના:-

આ યોજના વર્ષ ૨૦૦૦-૦૧ થી શરૂ કરવામાં આવેલ છે. આદિજાતિના કાયદાના સ્નાતકોને વકીલાતનો વ્યવસાય શરૂ કરવા માટે પ્રથમ વર્ષ માટે માસિક રૂ|.૧,૦૦૦/- લેખે રૂ|.૧૨,૦૦૦/- તથા બીજા વર્ષ માટે માસિક રૂ|.૮૦૦/- લેખે તથા રૂ|.૯,૬૦૦/- તથા ત્રીજા વર્ષ માટે માસિક રૂ|. ૬૦૦/- લેખે રૂ|. ૭,૨૦૦/- એમ મળીને કુલ રૂ|. ૨૮,૮૦૦/- નું સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવે છે. સીનીયર વકીલને માસિક રૂ|.૫૦૦/- લેખે ત્રણ વર્ષ સુધી રૂ|.૧૮,૦૦૦/- નું એલાઉન્સ આપવામાં આવે છે.

(૯) કાયદા સ્નાતકોને વકીલાતની સ્વતંત્ર પ્રેકટીસ કરવા માટે નાણાંકીય લોન/સહાયની યોજના:-

આ યોજના વર્ષ ૨૦૦૦-૦૧ થી શરૂ કરવામાં આવેલ છે. યોજના હેઠળ આદિજાતિના કાયદાના સ્નાતકોને વકીલાતની સ્વતંત્ર પ્રેકટીસ કરવા માટે લોન રૂા.૫,૦૦૦/- તથા સહાય રૂા.૭,૦૦૦/-એમ મળીને કુલ રૂા. ૧૨,૦૦૦/- મળવાપાત્ર છે. વ્યાજનો દર ૪ ટકા છે.

(૧૦)વિદેશ અભ્યાસ માટે નાણાકીય ધિરાણની યોજના:-

આ યોજના વર્ષ ૨૦૦૦-૦૧ થી શરૂ કરવામાં આવેલ છે. આદિજાતિના લાભાર્થીને કોઈપણ દેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા માટે લોન આપવામાં આવે છે. સદર યોજના હેઠળ કોઈ આવક મર્યાદા નથી.રૂ|.૧૫ લાખ સુધી ૪% ના વ્યાજના દરે આપવામાં આવે છે. તેમજ લાભાર્થીનો અભ્યાસ પૂર્ણ થયા બાદ છ માસ પછી એક સરખા ૬૦ મસિક હપ્તામાં વ્યાજ સહિત વસુલાતની રકમ લાભાર્થીએ ભરપાઇ કરવાની રહે છે.

(૧૧) કોર્મશીયલ પાયલોટના લાયસન્સની તાલીમ માટે નાણાંકીય ધિરાણની યોજના:-

આ યોજના વર્ષ ૨૦૦૦-૦૧ થી શરૂ કરવામાં આવેલ છે. આદિજાતિના વિદ્યાર્થીને સ્વદેશ તેમજ વિદેશમાં કોર્મશીયલ પાયલોટ ટ્રેનીંગ માટે લોન આપવામાં આવે છે. સદર યોજના હેઠળ કોઈ આવકા મર્યાદા નથી. રૂ.૨૫ લાખ સુધી ૪% વ્યાજના દર થી ધિરાણ આપવામાં આવે છે. તેમજ લાભાર્થીને લોન ચુકવણી થયાની તારીખથી એક વર્ષ પછી લોનની વસુલાત દશ વર્ષમાં મુદ્દલ અને બે વર્ષમાં વ્યાજ એમ બાર વર્ષમાં સંપૂર્ણ રકમ વ્યાજ સહિત ભરપાઇ કરવાની રહે છે.

(૧૨) શિક્ષિત બેરોજગાર યુવાનોને પ્રેટ્રોલપંપ, ગેસ, કેરોસીન/ફૂડ વિતરણની એજન્સી માટે નાણાંકીય લોન/સહાય યોજના:-

આ યોજના વર્ષ ૨૦૦૦-૦૧ થી શરૂ કરવામાં આવેલ છે. આદિજાતિના લાભાર્થીઓને શિક્ષિત બેરોજગાર યુવાનોને બેન્ક કે અન્ય નાણાંકીય સંસ્થાના ધિરાણના ૨૫ ટકા અને મહત્તમ રૂા.૨,૦૦,૦૦૦/-સુધીની માર્જીનની લોન મળવાપાત્ર છે. વ્યાજનો દર ૧૪ ટકા છે.

(૧૩) ધોરણ-૧૨ પછી એમ.બી.બી.એસના અભ્યાસક્રમમાં સ્વનિર્ભર કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને બધા સત્રની ફી ભરવા માટે લોન:-

આ યોજના વર્ષ ૨૦૧૪-૧૫ થી શરૂ કરવામાં આવેલ છે. રાજ્ય સરકાર તરફથી ધોરણ-૧૨ પછી એમ.બી.બી.એસના અભ્યાસક્રમમાં સ્વનિર્ભર કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને ફી નિર્ધારણ સમિતિ ટયુશન ફી વખતોવખત નકકી કરે તે પ્રમાણે લોન આપવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે વાર્ષિક આવક મર્યાદા રૂા.૨.૫૦ લાખ છે. વિદ્યાર્થીનીઓ માટે કોઇ આવક મર્યાદા નથી.

(૧૪) નાના વ્યવસાયકારોને ધંધાનું સ્થળ અથવા દુકાન ખરીદવા માટે લોન (બેન્કેબલ યોજના):-

આદિજાતિના નાના વ્યવસાયકારોને ધંધાનું સ્થળ અથવા દુકાન ખરીદવા માટે બેંક દ્રારા શહેરી વિસ્તારમાં રૂા.૧૦.૦૦ લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં રૂા.૫.૦૦ લાખની મર્યાદામાં લોન આપવાની યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના ૪ ટકા સુધી વ્યાજ સબસીડી તરીકે ચુકવવામાં આવે છે. મહત્તમ રૂા.૧૫,૦૦૦/- ની સબસીડી ૩ વર્ષ દરમ્યાન ચુકવવામાં આવે છે.

(૧૫) એમ.ડી.અથવા એમ.એસ.(પોસ્ટ ગ્રેજ્યૃએટ) ડોક્ટરોને સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન/સહાયની યોજના:-

આ યોજના વર્ષ ૨૦૦૧-૦૨ થી શરૂ કરવામાં આવેલ છે. આદિજાતિના પોસ્ટ ગ્રેજયુએટ ડોક્ટરોને બેન્ક કે અન્ય નાણાંકીય સંસ્થાના ધિરાણ સામે રૂા.૧.૫૦ લાખના અધિકતમ ધિરાણના ૨૫ ટકા અને મહત્તમ રૂા.૫૦,૦૦૦/- ની મર્યાદામાં માર્જીનમની લોન મળવાપાત્ર છે. વ્યાજનો દર ૪ ટકા છે.

(૧૬) મેડીકલ ડીગ્રી (એમ.બી.બી.એસ, બી.એસ.એ.એમ., બી.એ.એમ.એસ., બી.ડી.એસ.) મેળવેલ ડોક્ટરોને સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન/સહાયની યોજના:-

આ યોજના વર્ષ ૨૦૦૧-૦૨ થી શરૂ કરવામાં આવેલ છે. આદિજાતિના ડોક્ટરોને પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે રૂા.૪૦,૦૦૦/-અને સહાય રૂા.૨૫,૦૦૦/- મળવાપાત્ર છે. વ્યાજનો દર ૪ ટકા છે.

GUJARAT TRIBAL DEVELOPMENT CORPORATION. Adijati Nigam Gujarat. ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન એક વૈધાનિક કોર્પોરેશન છે. જેની રચના ગુજરાત આદિજાતિ વિકાસ અધિનિયમ ૧૯૭૨(ગુજ.એકટ નં.૫-૧૯૭૨) થી કરવામાં આવી છે. ગુજરાત સરકારના જાહેરનામા ક્રમાંક જીએીએચ-૫૦૯૦-ટીડીસી-૧૦૧૨-જે તા. ૨૭-૧૦-૭૨ થીઆ કોર્પોરેશન સ્વાયત અસ્તિત્વમાં આવ્યું છે. તા. ૨૪/૧૨/૧૯૭૨ના રોજ મળેલ ડીરેકટરોના બોર્ડની પ્રથમ બેઠકથી કોર્પોરેશને કામકાજનો શુભારંભ કરેલ છે.

GUJARAT TRIBAL DEVELOPMENT CORPORATION. Adijati Nigam Gujarat બધી લોન યોજનાઓ માટેની PDF ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

Document Requirement of Dairy Farming In Gujarat Loans

Adijati Nigam Gujarat દ્વારા બેરોજગાર લોકોને તબેલા યોજના હેઠળ નવો વ્યવસાય ચાલુ કરવા માટે ધિરાણ આપવામાં આવે છે. અનુસુચિત જન જાતિના લાભાર્થીઓને આ લોન લેવા માટે નીચે ડોક્યુમેન્‍ટ આપવાના રહેશે.

 • અનુસુચિત જન જાતિ અંગેનું પ્રમાણપત્ર (સક્ષમ અધિકારીશ્રીનો દાખલો)
 • અરજદારની રેશનકાર્ડની નકલ
 • બેંક એકાઉન્‍ટની પાસબુક
 • આધાર કાર્ડની નકલ
 • અરજદારે રજૂ કરેલ મિલકતનો પુરાવો (મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટીકાર્ડ જે તાજેતરનો તથા જમીનના 7/12 તથા 8-A અથવા બોજા વગરનો)
 • જામીનદાર-1 ના 7-12 તથા 8-A અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટીકાર્ડ
 • જામીનદાર-1 નો રજૂ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
 • જામીનદાર-2 નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
 • જામીનદારોએ રૂપિયા 20/- ના સ્ટેમ્પ પેપર પર એફીડેવીટ કરેલ સોંગંદનામું રજૂ કરવાનું રહેશે.
See also  Tekana Bhav Registration - Download Gujarat Farmer Tekana Bhav Registration Form

Online Apply Of Tabela Loan in Gujarat

Tabela Loan Yojana નું ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે. Animal Husbandry Loan In Gujarat નું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની Step by Step માહિતી મેળવીશું. જે માહિતી નીચે મુજબ છે.

 • હવે તમને Home Page પર “Apply for Loan” નામનું બટન દેખાશે, જેના પર Click કરવાનું રહેશે.
 • બટન પર ક્લિક કર્યા બાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું Page ખૂલશે.
 • જેમાં તમારા દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “Register Here” પર ક્લિક કરવાનું રહેશે.
 • હવે તમારે Personal ID બનાવવાનું રહેશે.
 • તમે પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
 • Apply Now પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.

Gujarat Tribal Development Corporation | dairy farm loan scheme 2022 | gujarat adijati vikas yojana | Loan Yojana

 

 • હવે તમારા દ્વારા “Self Employment” પર ક્લિક કર્યા પછી આપેલી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.
 • લાભાર્થીએ પોતાની Application Information ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.
 • જેમાં યોજનાની પસંદગીમાં “તબેલા માટેની લોન યોજના” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.

govt loan for dairy farming | nabard dairy loan scheme 2022 | dairy farming business plan in gujarat

 

 • તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્‍ટની વિગત, અન્ય માંગ્યા મુજબના ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેશે.
 • તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
 • Save કરેલી એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્‍ટ લઈને સાચવી રાખવાની રહેશે.
 • તમે પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
 • Apply Now પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
 • હવે તમારા દ્વારા “Self Employment” પર ક્લિક કર્યા પછી આપેલી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.
 • Online Form Submission
 • લાભાર્થીએ પોતાની Application Information ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.
 • જેમાં યોજનાની પસંદગીમાં “તબેલા માટેની લોન યોજના” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.

Online Apply Adijati Nigam Website

 • તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્‍ટની વિગત, અન્ય માંગ્યા મુજબના ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેશે.
 • તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
 • Save કરેલી એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્‍ટ લઈને સાચવી રાખવાની રહેશે.

Important links of Tabela Loan Scheme

Leave a Comment